{"product_id":"2940153143293","title":"???? ???????????","description":"\u003cp\u003eજીવ માત્ર શું ખોળે છે ? આનંદ ખોળે છે, પણ ઘડીવાર આનંદ મળતો નથી. લગ્નમાં જાય કે નાટકમાં જાય, પણ વળી પાછું દુઃખ આવે છે. જે સુખ પછી દુઃખ આવે એને સુખ કહેવાય જ કેમ ? એ તો મૂર્છાનો આનંદ કહેવાય. સુખ તો 'પરમેનન્ટ' હોય. આ તો 'ટેમ્પરરી' સુખ છે ને પાછું કલ્પિત છે, માનેલું છે. દરેક આત્મા શું ખોળે છે ? કાયમનું સુખ, શાશ્વત સુખ ખોળે છે. તે 'આમાંથી આવશે. આ લઉં. આમ કરું, બંગલો બંધાવું તો સુખ આવશે, ગાડી લઉં તો સુખ આવશે.' એમ કર્યા કરે છે પણ કશું આવતું નથી. ઊલટો વધારે ને વધારે જંજાળોમાં ગૂંચાય છે. સુખ પોતાની મહીં જ છે, આત્મામાં જ છે. એટલે આત્મા પ્રાપ્ત કરે તો (સનાતન) સુખ જ પ્રાપ્ત થાય.\u003c\/p\u003e","brand":"Dada Bhagwan Vignan Foundation","offers":[{"title":"Default Title","offer_id":46576738992369,"sku":"2940153143293","price":1.0,"currency_code":"USD","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0674\/5433\/7265\/files\/2940153143293_p0.jpg?v=1765871207","url":"https:\/\/shop.barnesandnoble.com\/products\/2940153143293","provider":"Barnes \u0026 Noble","version":"1.0","type":"link"}